શ્લોક સંબંધ – સ્વામિનારાયણ શિક્ષાપત્રી

આ બ્લોગમાં BAPS શિક્ષાપત્રી અને મૂળ સ્વામિનારાયણ શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક વચ્ચેનો સંબંધ રજુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા શ્લોકોમાં આ સંબંધ કેવી રીતે મેળવવો તે પણ સમજાવવામાં આવેલ છે.

BAPS શિક્ષાપત્રીમાં શ્લોકના ક્રમાંક મૂળ શિક્ષાપત્રી કરતા અલગ છે. આ વાત સમજવા માટે આપણે ઉદાહરણ તરીકે BAPS શિક્ષાપત્રી નો શ્લોક ક્રમાંક 213 જોઈએ.  આ પંક્તિ મૂળ શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 108 માંથી લેવામાં આવેલ છે. તેથી અહીં પંક્તિની પાછળ 108 લખેલ છે. ચાલો હવે ઉદાહરણ જોઈએ.

BAPS શ્લોક
213. પરબ્રહ્મ , પુરુષોત્તમ, એવા ભગવાન તે આપણા ઇષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. (108)

મૂળ શ્લોક
108. અને તે ઈશ્વર તે ક્યા – તે પરબ્રહ્મ  પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રીકૃષ્ણ, જે તે આપણા ઇષ્ટદેવ છે, ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતાર ના કારણ છે.

આવી રીતે BAPS અને મૂળ શિક્ષાપત્રીના બધા જ   શ્લોકો વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે. નીચે દર્શાવેલા બે ફોટોમાં ઉપરનો ફોટો BAPS શિક્ષાપત્રીમાંથી લીધેલ છે અને નીચેનો ફોટો મૂળ શિક્ષાપત્રીનો છે. નીચેના ફોટામોમાંથી સમજી શકાય છે કે BAPS શિક્ષાપત્રીના શ્લોક 212 અને 214 એ મૂળ શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 106 અને 107 માંથી પ્રેરિત છે.

b214
BAPS શિક્ષાપત્રી
o_212_214
મૂળ શિક્ષાપત્રી

એવી જ રીતે મૂળ શ્લોકથી BAPS સૂક્તિ તરફનો પણ સંબંધ મેળવી શકાય છે.  ઉદાહરણ તરીકે મૂળ શ્લોક ક્રમાંક 54 જોઈએ. મૂળ શ્લોક ક્રમાંક (54) BAPS શિક્ષાપત્રીમાં સૂક્તિના અંતમાં લખેલો છે.

મૂળ શ્લોક :
54. અને તે પછી શ્રીરાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા, તેનું આદર થકી દર્શન કરીને, નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર, તેનો જપ કરીને ને પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવુ.

BAPS સૂક્તિ :
27. ભગવાનની ચિત્રપ્રતિમાનું આદરથી દર્શન કરીને, નમસ્કાર કરીને પોતાના સામર્થ્ય પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. (54)

o_54
મૂળ શિક્ષાપત્રી
b27
BAPS   શિક્ષાપત્રી

આવી જ રીતે બધા જ શ્લોકો અને સૂક્તિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે. તે માટે નીચે બંને શિક્ષાપત્રી ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે.

BAPS શિક્ષાપત્રી ડાઉનલોડ લિંક : BAPS_Shikshaptri

મૂળ ઇક્ષાપત્રી ડાઉનલોડ લિંક :  Original_shikshaptri_pdf

Author: Asked to Remove Name

Comments are closed.

Up ↑

%d bloggers like this: